Exclusive: એક એવું ગામ જ્યાં લોકડાઉનનું નથી થતું પાલન

    0
    148

    તા.૧૮, કેશોદ: અજાબ ગામમા જાહેરનામા ના ઘજીયા ઉડી રહયા છે સરકારી નિયમો નો જાહેર મા ભંગ થય રહયો હોવા ની ગંભીર ઘટના ઓ આકાર લઈ રહી છે જેમા ઠંડાપીણા,કટલેરી તેમજ અન્ય દુકાનો ખુલી રાખી વેપારના લોભમા લોકો સાથે રમત રમાય રહી હોય તેવુ લાગી રહયુ છે તેમજ બહાર ગામ ના લોકોની ફીલટર પાણી ભરવા માટે પટેલ સમાજમાં  ભીડ એકઠી થઈ રહી છે અને ગામ ના બહાર વસ્તા લોકો પણ કોઈ પણ જાતની મેડિકલ તપાસ કરાવ્યા વિના જ  ગામમાં ફરે છે. ઉપરાંત  સુરત,અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોના આશરે અનેક જેટલા લોકો તેમના પરિવાર સાથે વસવાટ કરી રહયા છે જેની મેડીકલ તપાસ થાય એવી લોકો માંગ કરી રહ્યા છે. જયારે જુનાગઢ ગ્રીન ઝોનમા છે અને ૯૫ ટકા લોકો ની જાગૃતતા સામે આવા ૫ ટકા લોકો જીલ્લા ને રેડ ઝોન જાહેર કરાવે તેવુ લાગી રહયૂ છે. તંત્રએ કાયદેસરનાં પગલાં ભરી લોકડાઉનનું પાલન ન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરનાં પગલાં ભરવા જોઈએ તેવી ગામનાં બુદ્ધિજીવીઓ અને આગેવાનોમાં ચર્ચાઓ થઇ રહી છે.

    ( અહેવાલ: અનિરુધ્ધસિંહ બાબરિયા- કેશોદ)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here