રાજકોટ: પોલીસની દારૂની મહેફિલમાં પોલીસનો ભંગ !!

0
466

રાજકોટનાં સીમાડે આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતી રાજકોટ શહેર પોલીસને મળતા ACP ટંડેલ દ્વારા રેઇડ : પીધેલી હાલતમાં લોકો દીવાલ કુદીને ભાગ્યા એવી વાત

રાજકોટ: રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

45 જેટલા પોલીસ કર્મચારીઓ આ પાર્ટીમાં સામેલ હોવાની શક્યતા છે. આ મામલે એસીપી એસ.આર.ટંડેલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે. દરોડા દરમિયાન કેટલાક લોકો વોટર પાર્કની દીવાલ કૂદીને ભાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here