Expose: સરકારે શા માટે ભારેખમ ટ્રાફીક દંડથી ૧ મહિના માટે આપી મુક્તિ??

0
372

ભારેખમ ટ્રાફીક દંડથી સમગ્ર ગુજરાતનાં લોકોમાં પણ ખુબ જ વિરોધ જોવા મળી રહ્યો હતો.. પરંતુ પ્રજાનાં વિરોધનાં બદલે ૧ મહિના માટે મુક્તિ આપવાનું આવું હોઈ શકે છે કારણ !!!!

ગુજરાતમાં લોકો નવા દંડની જોગવાઈઓને પગલે છેલ્લા કેટલાક દિવસોથી લાઈનોમાં છે તો કેટલાક દંડાઈ પણ રહ્યા છે. હાલ ગુજરાતની વિજય રુપાણી સરકાર દ્વારા લોકો માટે આંશિક રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે.

રુપાણી સરકારે રાજ્યના લોકોને નવા ટ્રાફીક દંડને લઈ તેની અમલવારીમાં 15 ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે. 16 સપ્ટેમ્બરથી નવા દંડ પ્રમાણે ટ્રાફિકનો ભંગ કરનાર દંડાતા હતા પરંતુ હવે તેમાં છૂટ આપવામાં આવી છે એટલે કે હવે અમલવારીની તારીખી 15 ઓક્ટોબર 2019 રહેશે. આપને જણાવી દઈએ કે નવા દંડની રકમોમાં કોઈ ફેરફાર થયો નથી આ માત્ર અમલવારીમાં જ 15 દિવસની છૂટ અપાઈ છે. ત્યાં સુધી જુના નિયમ પ્રમામે દંડ થશે.

નોટબંધી, GST અને ત્યારબાદ આ ભારેખમ ટ્રાફીક દંડ જેવા નિયમોનો કઠોર અમલ કરાવનાર ભાજપ સરકારને આ વખતે ભારેખમ ટ્રાફીક દંડ લાદીને એક પગલું પાછુ હટવાની આવશ્યકતા જણાતા અચાનક જ ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જાહેરાત કરીને ભારેખમ ટ્રાફીક દંડને ૧ મહિના પછી લાગુ કરવાના તત્કાલીન આદેશ આપવામાં આવ્યા છે. સામાન્ય નાગરિક તરીકે વિચાર કરીએ તો નારી આંખે એવું જણાય કે, કદાચ સમગ્ર ગુજરાતમાં ટ્રાફીક દંડને લઈને ઉઠેલા વિરોધનાં સુરને લીધે આ ભારેખમ દંડને ૧ મહિના પછી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શું છે ભારેખમ દંડને ૧ મહિના મુક્તિ આપવા પાછળનું વાસ્તવિક કારણ ?

નારી આંખે કારણ સામાન્ય લાગે પરનુત સુત્રોનું માનીએ તો, સરકાર આ દંડને હાલની પરિસ્થિતિમાં પચાવી પાડવા માટે પોતે પણ સક્ષામ ન હોવાની વાત સામે આવી રહી છે. વિગતવાર ચર્ચા કરીએ તો, આપને સૌ જાણીએ છીએ કે, સમગ્ર રાજ્યમાં ભારેખમ દંડની જોગવાઈઓ લાગુ પડતાની સાથે જ રાજ્યના જાગૃત નાગરિકો અને પત્રકારો દ્વારા પોલીસનાં વાહનો તથા સરકારી વાહનોમાં જરૂરી કાગળો અને સીટ બેલ્ટ સહિતની ચીજ-વસ્તુઓ ચેક કરતા પોલીસ અને સરકાર જુઠી સાબિત થતી હતી જેને લઈને સેંકડો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા હતા તેના અનુસંધાને જ મુખ્યમંત્રી દ્વારા ૧ મહિના જેટલો વિલંબ કરવાનો તાત્કાલીન આદેશ આપવામાં આવી રહ્યો છે. જે ૧ મહિનાની અંદર સરકાર પોતાનાં વાહનોના સીટ બેલ્ટ અને તમામ જરૂરી દસ્તાવેજો એકઠા કરી લેશે ત્યારબાદ પ્રજા પર ભારેખમ દંડનો કળશ ઢોળશે તે વાત નિશ્ચિત છે !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here